Upleta: હાડફોડી ગામે સેજા કક્ષાનો પોષણ માસ નિમિતે આઇ.સી.ડી.એસ દ્વારા કાર્યક્રમ યોજાયો.

તા.૧૧/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
“બાળ વિકાસ યોજના અધિકારી ઉર્વશી બા જાડેજા” : ઉપલેટા ઘટક મા પોષણ માસ ની ઉજવણી કરવામા આવી રહી છે.
Rajkot, Upleta: ગુજરાત સરકાર અને મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા તારીખ ૨ થી ૩૦ સપ્ટેમ્બર સુધી પોષણ માહની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે ઉપલેટા ઘટક તમામ સેજામાં પોષણ માહ ની ઉજવણી કરવામાં આવેલ છે. સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ઉર્વશી બા જાડેજા પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર સાવન ભાઈ મહીડા એન એન એમ રાજદીપ ભાઈ ગજેરા મુખ્યસેવીકા લીલાબેન હુંબલ હાજર હતા રાજ્ય સરકાર તરફ ૧ થી ૩૦ સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણમાં હની ઉજવણી કરવામાં આવી રહી છે
જે અંતર્ગત આઈસીડીએસ વિભાગ ના ઉપલેટા ઘટક દ્વારા પોષણ માહની ઉજવણીના ભાગરૂપે સગર્ભા માતા રાત્રી માતા તથા કિશોરીઓને એનિમીયા બાળક પ્રથમ સોનેરી ૧૦૦૦ દિવસ સ્વચ્છતા પૌષ્ટિક આહાર ઝાડા નિયંત્રણ વિશે માહિતી આપી હતી તેમજ ટી એચ આર અને મિલેટ માંથી વાનગીઓ બનાવી નિદર્શન કરવામાં આવ્યું અને મોવિયા સેજામાં એનિમિયા વિશે શાળામાં કિશોરીઓને માર્ગદર્શન આપેલ અને પોષણ રેલીનું આયોજન કરેલ છે તથા મહિલાઓ અને કિશોરીઓ તંદુરસ્ત રહે અને સુપોષિત ભારત સાક્ષર ભારત સશક્ત ભારત સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરી શકાય તે માટે વિવિધ કાર્યક્રમો સપ્ટેમ્બરમાં દરમિયાન ઉજવણી કરવામાં આવશે.






