GUJARATRAJKOTUPLETA

Upleta: ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ, ૭૦૦થી વધુ ગ્રામજનોની ઉપસ્થિતિ

તા.૨૮/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Upleta: રાજ્યના દરેક નાગરિકને સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો પહોંચાડવાના હેતુથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામ ખાતે યોજાઇ હતી.

આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા માતૃશક્તિ, બાળશક્તિ અને પૂર્ણશક્તિના લાભાર્થીઓને કીટ વિતરણ કરાઈ અને રોટાવેટર મંજુરી હુકુમ પત્ર એનાયત કર્યો હતો . તેમજ મહિલાઓ, બાળકો, રમતવીરો તેમજ સ્થાનિક કલા કારીગરોને સન્માનિત કરાયા હતા. ડ્રોન નિદર્શન, સોઇલ હેલ્થ કાર્ડ, જૈવિક ખેતી કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ કરાયો હતો તેમ જ ૧૦૦% જલ જીવન મિશન, જન ધન યોજના, પી.એમ કિસાન, યોજના સંતૃપ્ત થયેલ ગ્રામ પંચાયત તેમજ સ્થળ પર ગ્રામજનોને આયુષ્માન કાર્ડ, આરોગ્ય તપાસ અને ટીબી રોગની તપાસ સહિતની વિવિધ યોજનાઓની અને વિતરણની કામગીરીનો લાભ ગ્રામજનોએ ઉપસ્થિત રહીને લીધો હતો.

આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી, જિલ્લા પંચાયતના સદસ્યના પ્રતિનિધિશ્રી, અગ્રણીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!