GUJARATJETPURRAJKOT

Upleta: ઉપલેટા તાલુકામાં ગેસ સિલિન્ડર પર ચૂંટણીલક્ષી સ્ટીકર્સ લગાવીને મતદાન જાગૃતિનો સંદેશો અપાયો

તા.૨૬/૩/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Upleta: રાજકોટ જિલ્લામાં તા. ૭ મેના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી યોજાવાની જાહેરાત થઈ ચૂકી છે. જે અન્વયે ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટ્રોલ પાર્ટીશીપેશન) ઝુંબેશ અંતર્ગત મતદાન અંગે જનજાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેમાં જાગૃતિ કાર્યક્રમ, સેલ્ફી પોઇન્ટ, કોલેજ કેમ્પસ બ્રાન્ડ એમ્બેસેડર, ફ્લેશ મોબ સહિતની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

જેના ભાગરૂપે ૭૫ – ધોરાજી વિધાનસભા મતદાર વિભાગ અંતર્ગત ઉપલેટા મામલતદાર કચેરીના માર્ગદર્શન મુજબ ઉપલેટા તાલુકામાં એલ.પી.જી. ગેસની એજન્સી ઇન્ડેનના ગોડાઉનમાં તમામ સિલિન્ડરમાં મતદાનની જાગૃતિનાં સ્ટીકર લગાવવા આવ્યાં છે. જેમાં ચૂંટણીલક્ષી ‘ખરેખર ચેક કરી લીધું? બરાબર છે ને?’ જેવા સૂત્રો સહિતની વિગતો આપવામાં આવી છે. આમ, ગેસ સિલિન્ડર પર મતદાન જાગૃતિના સ્ટીકર લગાવીને મહિલાઓને મતદાન માટે જાગૃત કરવામાં આવી રહ્યાં છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!