Upleta: ‘‘બચતોત્સવ’’ માટે ઉપલેટાની આર.પી. ભાલોડીયા કોલેજની છાત્રાઓએ વડાપ્રધાનશ્રીને લખ્યા પોસ્ટકાર્ડ
તા. 6/10/2025
વાત્સલયમ્ સમાચાર
જી.એસ.ટી. ઘટાડા સહિતના મુદ્દે વડાપ્રધાનશ્રીને પત્ર લખી આભાર માનતા ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયા
Rajkot, Upleta: ઉપલેટામાં શ્રીમતી આર.પી. ભાલોડીયા મહિલા કોલેજ ખાતે ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયાની ઉપસ્થિતિમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર દર્શાવતા પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા. લગભગ ૨૦૦ જેટલા વિદ્યાર્થિનીઓ ઉપરાંત કોલેજનો સ્ટાફ પણ પોસ્ટકાર્ડ લેખનમાં જોડાયો હતો. છાત્રાઓએ જી.એસ.ટી. ઘટાડીને ‘બચતોત્સવ’ આપવા બદલ વડાપ્રધાનશ્રીનો આભાર માનવામાં આવ્યો હતો.
પત્રમાં લખવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદીએ તાજેતરમાં કરેલા જી.એસ.ટી. દરમાં ઘટાડાના કારણે કરોડો ગ્રાહકો, વેપારી, ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે.પશુપાલન સાથે જોડાયેલા પરિવારો ખાસ કરીને મહિલાઓનું આર્થિક સશક્તિકરણ થયું છે, દૂધની પૂરતી કિંમત મળતા ગામડાની બહેનો પશુપાલન ક્ષેત્રે વધુ સક્રિય બની છે. જેનું શ્રેય દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીને જાય છે. સહકારી ક્ષેત્રે દેશ સમૃદ્ધ થઈ રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં કાર્યરત યોજનાઓથી પશુપાલકો અને ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બની રહ્યા છે, જેથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બની રહ્યું છે.