Upleta: રાજકોટ જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 -25નું આયોજન ઉપલેટા કરવામાં આવ્યું

તા.૧૨/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Upleta: GCERT -ગાંધીનગર અને જીલ્લા શિક્ષણ તાલીમ ભવન- રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજકોટ જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 -25નું આયોજન ઉપલેટા મુકામે ભગવતસિંહજી પ્રાથમિક શાળામાં તારીખ 10 અને 11 ડિસેમ્બર 2024 ના કરવામાં આવ્યું હતું. જેમાં વિભાગ – 5 આપત્તિ અને વ્યવસ્થાપનમાં લોધિકા તાલુકાની શ્રી રાતૈયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઓટોમેટીક ફાયર સેફટી સિસ્ટમ વિથ રોબોટિક ટેકનોલોજી નામની કૃતિ તેના વિજ્ઞાન શિક્ષક કવિતાબેન ભટાસણાના માર્ગદર્શન હેઠળ રજૂ કરવામાં આવી હતી.
જેમાં અત્યારની તાતી જરૂરિયાત આગ લાગેલ હોય ત્યારે રોબોટ દ્વારા આગને કેવી રીતે કાબુમાં લાવી શકાય તે બાબતની રજૂઆત આ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી .જે બદલ આ વિદ્યાર્થીઓનું સન્માન શ્રી સરદાર પટેલ ટાઉનહોલમાં કાર્યક્રમના અધ્યક્ષ માનનીય શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલીયા(ધારાસભ્યશ્રી ઉપલેટા-ધોરાજી )ની ઉપસ્થિતિમાં માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દીક્ષિતભાઈ પટેલ અને માનનીય પ્રાચાર્યશ્રી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પ્રજ્ઞાબેન રાદડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.




