DHORAJIGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Upleta: કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા તેમજ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ઉપલેટા ખાતે બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરશે

તા.૧૯/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Upleta: કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા તેમજ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સહિત મહાનુભાવ ૨૦ એપ્રિલનાં રોજ સવારે ૯-૩૦ કલાકે ઉપલેટા ખાતે યોજાનાર બસ સ્ટેશન ખાતમુહૂર્ત સમારોહમાં ઉપસ્થિત રહેશે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા ઉપલેટા તથા ધોરાજી મુકામે બાંધવામાં આવનાર નવીન એસ.ટી. બસ સ્ટેશનનો
ખાતમુહૂર્ત સમારોહ તા.૨૦ એપ્રિલના રોજ યોજાશે.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ પાડલીયા તેમજ જીલ્લાના અન્ય ધારાસભ્યશ્રીઓ અને મહાનુભાવોશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે.



