GUJARATRAJKOT CITY / TALUKOUPLETA
Upleta: ઉપલેટા તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૦૩ ઓગસ્ટ શનિવારે યોજાશે

તા.૧/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Upleta: રાજ્યના નાગરિકોના પ્રશ્નોનો તાલુકા કક્ષાએ નિકાલ થાય તે માટે યોજાતા “સ્વાગત” ફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે રાજકોટ તાલુકા કક્ષાના પ્રશ્નો માટે આગામી તા.૦૩ ઓગસ્ટના રોજ બપોરે ૪ કલાકે તાલુકા પંચાયત કચેરીના સભાખંડ ખાતે ધોરાજીના પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાશે.
આ બેઠકમાં ઉપલેટા તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિના તમામ સભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ હાજર રહેશે. અને તાલુકા સંકલનની બેઠકમાં સંબધિત કચેરીઓના નિયત પત્રકો તા.૦૨/૦૮/૨૦૨૪ના સાંજે ૫ વાગ્યા સુધીમાં ઉપલેટા મામલતદાર કચેરી ખાતે મોકલી મામલતદારશ્રી ઉપલેટાની યાદીમાં જણાવાયું છે.



