જી. પી. સી. બી., પ્રાદેશિક કચેરી, જામનગરની રૂટીન સર્વીલન્સ દરમિયાન જામનગર કાલાવડ રોડ પર આવેલ મે. આઇ.ઓ.સી.એલ. લિમિટેડ ( ઇન્ડીયન ઓઇલકોર્પોરેશન) ની બાઉન્ડ્રી પાસે બોઇલર સૂટ તેમજ કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટ જોવા મળેલ.
આથી મે. આઇ.ઓ.સી.એલ. લિમિટેડ ની પ્રદુષણ નિયંત્રણ બોર્ડની જામનગર ની રીજીયોનલ કચેરી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવેલ.
મુલાકાત સમયે સદર એકમને, બોઇલર સૂટને હેઝાર્ડસ વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ ૨૦૧૬ અન્વયે નિકાલ કરવા જણાવેલ તેમજ કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટને કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ ૨૦૧૬ અન્વયે નિકાલ કરવા જણાવેલ.
તેમજ આ બાબતની જાણ તલાટી કમ મંત્રીશ્રી ઠેબા, આર એન્ડ બી અને જામનગર મ્યુનિસીપલ કોર્પોરેશનને પણ ને કરવામાં આવેલ છે.