BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર રાજપીપળા ચોકડી પાસે ટેમ્પો, ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક સવાર બે વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા

સમીર પટેલ, અંકલેશ્વર
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક વર્ષા હોટલ પાસેના યુ ટર્ન પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો, ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. આ બનાવની જાણ થતાની સાથે જ ટ્રાફિક પોલીસ તેમજ અંકલેશ્વર શહેર “બી”ડિવિઝન પોલીસનો કાફલો ઘટના તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. યુ ટર્ન પાસે ટેમ્પા ચાલકે ટર્ન લેવા જતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.




