BANASKANTHAGUJARAT

શ્રી રાધે ગૌ સેવા ટ્રસ્ટ થરામાં “શ્રી રામચરિત માનસના ઉત્તરકાંડ” નું આયોજન કરાયું.

શ્રી રાધે ગૌ સેવા ટ્રસ્ટ થરામાં "શ્રી રામચરિત માનસના ઉત્તરકાંડ" નું આયોજન કરાયું.

શ્રી રાધે ગૌ સેવા ટ્રસ્ટ થરામાં “શ્રી રામચરિત માનસના ઉત્તરકાંડ” નું આયોજન કરાયું.

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગરની પુણ્યધરા ટોટાણા રોડ કુમકુમ પાર્ટી પ્લોટ સામે આવેલ “શ્રી કૃષ્ણ ગૌ સેવા ટ્રસ્ટ” સંચાલિત શ્રી કાંકરેજ ગૌ હોસ્પિટલ ના શ્રેયાર્થે “થરા સુંદર કાંડ પરીવાર”દ્વારા માનવતા ના મહાકાવ્ય “શ્રી રામચરિત માનસ ના શ્રી ઉત્તરકાંડ” નું આયોજન ઉત્તરાયણના પવિત્ર દિવસે બપોરે ૨ થી સાંજે ૭ કલાક સુધી કરવામાં આવ્યું હતું.શ્રી ઓગડ વિદ્યા મંદિર થરાના અશોકભાઈ પઢીયાર,ઈશ્વરભાઈ ઠક્કર,રમેશભાઈ પટેલ (અતુલ ટ્રેડર્સ),ડોક્ટર શૈલેષભાઈ પટેલ, લોક સાહિત્યકાર દીપકભાઈ જોષી,શૈલેષભાઈ ઠક્કર, વિજયભાઈ સોનીની ઉપસ્થિતિ મા સરોજનબેન,રિંકુંબેન, ગીતાબેન,પ્રવીણભાઈ ઠકકર, શાંતિલાલ ઠકકર સહીત સુંદર કાંડ મંડળ અને તબલાવાદક રવિભાઈ જોષીના તબલાના તાલે દેવ પુરોહિતના સાઉન્ડના સથવારે ભક્તિમય “શ્રીરામ ચરિત માનસના શ્રી ઉત્તરકાંડ પાઠ”નું રસપાન કરવામા આવેલ.ત્યારે તાણા-થરા નગરજનો સહીત વિશાળ સંખ્યામા ભાવિક ભક્તો ઉપસ્થિત રહી ગૌ આરતી ઉતારી ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!