હાલોલ:ગુજરાત રાજ્ય પ્રદેશ કક્ષા કલા-મહાકુંભમાં વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ ઝળહળી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૯.૧૨.૨૦૨૫
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ગુજરાત રાજ્ય પ્રદેશ કક્ષા કલા-મહાકુંભ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત રાજ્ય ના વિવિધ જિલ્લામાંથી જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ સ્પર્ધકો ને આમંત્રણ આપવામાં આવ્યું હતુ.જેમાં પંચમહાલ જિલ્લાના હાલોલ ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ ના શિક્ષકો ખુલ્લા વિભાગ લગ્ન-ગીત સ્પર્ધામાં હાલોલ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર અને પંચમહાલ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી ગુજરાત રાજ્ય પ્રદેશ કક્ષા ખેડા જિલ્લા ના નડિયાદ ખાતે પોતાની કલાનું અદ્ભૂત પ્રદર્શન કરવા પોહચ્યા હતા અને ગુજરાત રાજ્ય પ્રદેશ કક્ષાએ પ્રથમ નંબર મેળવી વિજેતા બની પોતાનું નામ સાથે શાળા નું નામ પ્રજ્વલિત કર્યું તે બદલ શ્રી હાલોલ મહાજન ઊંચ્ચ શિક્ષણ મંડળના માનદ મંત્રી સમીરભાઈ શાહ અને વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ પ્રાથમિક વિભાગ શાળા ના આચાર્ય હર્ષાબેન શુક્લ અને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન સાથે આમ જ આપ બાળકો ને પ્રેરણારૂપ બની કાર્ય કરતા રહો તેવી શુભેચ્છા પાઠવી હતી અને ટુક સમય માં આ શિક્ષકો ની ટીમ છાયાબેન બારોટ,બોસ્કીબેન પટેલ,હિનાબેન પટેલ કૈલાસબેન વરિયા અને કલ્પનાબેન પંચાલ ગુજરાત રાજ્ય કક્ષાએ પોતાની કલાના મધુર સ્વરને લઈ પોતાનું અને શાળાનું પ્રતિનિધિત્વ કરવા રવાના થશે તેમ જાણવા મળ્યું હતુ.






