GUJARATMEHSANAVADNAGAR

એક નગર શ્રેષ્ઠ વડનગરના અભિગમ ના ભાગ રૂપે સૌનો સાથ સૌનો વિકાસ ના વિચાર સરણી થી ચાલતા વડનગર શહેર પ્રમુખ

વડનગરને સૌ સાથે મળીને આપણા વડનગર શ્રેષ્ઠ બનાવી એક આગવી ઓળખ ઉભી કરીએ : મયંક પટેલ.

વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,વડનગર

એક વડનગર શ્રેષ્ઠ વડનગર
રાષ્ટ્ર હિત સર્વોપરી સૂત્ર સાથે ચાલનાર પ્રથમ યુવા નેતા મયંક પટેલ જોવા મળ્યા તેવું શહેર વાસી વાતો વંટોળી હતી..

વડનગર શહેર ભાજપ પ્રમુખ બનતાની સાથે જ યુવાનો માટે વિકાસની મહેંક ફેલાવી દીધી અને યુવાનો માટે પ્રથમ ભેટ અર્પણ કરવા મજુરી લેવડાવી

યુવા પ્રમુખ મયંક પટેલે સાંસદને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં રનિંગ ટ્રેકની જરૂરિયાત હોવાથી રજૂઆત કરવામાં આવી હતી…

એક નગર
શ્રેષ્ઠ વડનગર ના અભિગમ ના ભાગ રૂપે સૌનો સાથ સૌનો વિકાસ ના વિચાર સરણી થી ચાલતા વડનગર શહેર પ્રમુખે વડનગર કોલેજ ત્રણ રસ્તા વેપારી મંડળના વેપારી મિત્રો ની શુભેચ્છા મુલાકાત કરી ત્યાર બાદ
વડનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના યુવા મિત્રો સાથે શુભેચ્છા મુલાકાત કરી યુવા મિત્રો ને પ્રોત્સાહિત કર્યા..

આજ દિન સુધીમાં ઉતરાણ પર “સેફટીગાર્ડ” લગાવવા પહેલ નહોતી કરી પણ અચાનક એક યુવા નેતાને વડનગર શહેરમાં પદ મળતાંની સાથે અવનવા કિમીયા શરૂ કર્યા…
વડનગર શહેર માં ઉત્તરાયણ પર્વ નિમિત્તે બાઈક અને સ્કૂટરને “સેફ્ટીગાર્ડ” લગાવવામાં આવ્યા તેમાં મંડલના પ્રદેશ અને જીલ્લાના પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો, તમામ મોરચા ના હોદ્દેદારો, બુથ પ્રમુખ,શક્તિ કેન્દ્ર ના ઇન્ચાર્જ અને પ્રભારી, નગરપાલિકા સદસ્યોં, તમામ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા.

વડાપ્રધાન ના માદરે વતન વડનગર ની આગવી ઓળખ આપી વિકાસ ને ભારત ભર માં એક અનોખી પહેલ કરીએ સૌ નો સાથ સૌ નો વિકાસના નારા સાથે એક પહેલ કરીએ ભારત ભરમાં નામ ગુજતુ કરીએ
નવ નિયુક્ત પમુખ મયક પટેલ ને સાથ સહકાર આપી તેમની આગેવાની હેઠળ વડનગર ની નવી દિશા આપીએ.

હાટકેશ્વર મહાદેવ મંદિરે નવ નિયુક્ત શહેર ભાજપ પ્રમુખનું મિડયા દ્વારા સન્માન કરવામાં આવ્યું.
વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે નવ નિયુક્ત શહેર ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલનું ગત રોજ વડનગર માં મીડીયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે તેમણે જણાવ્યું હતુ કે વડનગરને આપણે શ્રેષ્ઠ બનાવી એક આગવી ઓળખ ઉભી કરવાની છે.જૂના લોકો જનસંઘથી માંડી અત્યાર સુધી સારો પ્રયત્ન કર્યો છે.

જે કોઈ ઉણપ ન રહી જાય તેવા પ્રયાસ કરીશ.તેના ભાગરૂપે પત્રકાર મિત્રોનો સાથ સહકાર જરૂર છે.આ અંગે મહામંત્રી જીગરભાઈ પટેલે જણાવ્યું હતુ કે દેશની ચોથા સ્થભની જાગીરી ગણાતી સાથે  હશે તો દરેક કામોમાં સપોર્ટ મળી રહશે, વડનગર ખાતે.તેવું જણાવ્યું પ્રમુખ તરીકે તમામને સહયોગ મળી રહશે. બીજી બાજુ દરેક કાર્યક્રમમાં સ્થાનિક પત્રકારોનું સન્માન જળવાય તેવું પણ સુચન કરાતાં પ્રમુખે હકારાત્મક વલણ આપ્યું હતુ.આ પ્રસંગે પૂર્વ નગરસેવક ગીરીશભાઈ પટેલ,યશ પટેલ,જીમુ પટેલ સહિત યુવા કાર્યકરો હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!