વડોદરા: ખાનકાહે એહલે સુન્નતના ઉપક્રમે 79 માં ઇદે ગૌસિયાની ભવ્ય ઉજવણી કરાઇ, શહેરમાં નીકળ્યું ભવ્ય ઝુલુસ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૪.૧૦.૨૦૨૫
વડોદરામાં આવેલ જુમ્મા મસ્જિદ બિલ્ડિંગ ના પેહલા માળે ઇ.સ.૧૯૫૦ માં હજરત સૈયદ અઝીમુદ્દુનબાબા ઉર્ફે જુમ્મા મસ્જિદ વાળા પીર બાબાએ આધ્યાત્મિક ધામ ખાણકાહે એહલે સુન્નતની સ્થાપના કરી આપણા પૂર્વજો મારફતે દર વર્ષે બગદાદ વાળા પીરાને પીર ગૌસે આઝમ દસ્તગીરની 11 મી શરીફ એટલે કે ઇદે ગૌસીયાની ઉજવણી કરવામાં આવે છે જે પરંપરા મુજબ વર્તમાન ગાદીપતિ સૈયદ અમીરુદ્દીન બાબા જીલાની તેમજ નાયબ ગાદીપતિ સૈયદ કબીરુદ્દીન બાબાની આગેવાનીમાં 79 માં ઇદે ગૌસિયાની ઉજવણી નિમિત્તે ખાટકીવાડામાં શુક્રવાર રાત્રે રાતી રિફાઈ નો જલસો યોજાયો હતો અને આજે શનિવારે વહેલી સવારે ઇદે ગૌસીયાનું ઝુલુસ ખાટકીવાળાથી નીકળીને શહેરના મુખ્ય માર્ગો પર ફરીને મેમન કોલોની અજીમે મિલ્લત દરગાહ ખાતે આવી પહોંચી સંપન્ન થયું હતું.ત્યારબાદ દરગાહ ખાતે ભંડારો એટલે કે કાદરી લંગરનું વિતરણ કરવામાં આવ્યું હતું,જ્યારે આ ઝુલુસમા ઘોડાગાડી,ફોરવીલ પર દરગાના નકશાઓએ આકર્ષણ જમાવ્યું હતું જેમા મોટી સંખ્યામાં વડોદરા સહિત સુરત,અંકલેશ્વર,હાલોલ,કાલોલ,એરાલ,ગોધરા,પેટલાદ સહિત અન્ય ગામોમાંથી અકીદત મંદો ઉમટીયા હતા,આ પ્રસંગે ખાણકાહે એહલે સુન્નતના ગાદીપતિ સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી,નાયબ ગાદીપતિ સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી, સૈયદ તાજુદ્દીન બાબા કાદરી, સૈયદ ઝીયાઉદ્દીન બાબા કાદરી ઉપસ્થિત રહ્યા હતા.