
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૨/૧૨/૨૦૨૪
ઝઘડિયા તાલુકાના જામુની ફળિયામાં ધોરણ-૧થી ૫ના ૩૦ જેટલા વિદ્યાર્થીઓને નેત્રંગ તાલુકાના ઊંડી ખાતે રહેતા સામાજિક આગેવાન દલુભાઈ વસાવા અને ઉર્મિલાબેન વસાવાએ સ્કુલ બેગ સહીત શૈક્ષણિક કીટનું વિતરણ કરી પોતાની ફરજ અદા કરી
હર હમેશ પ્રજાની વહારે આવતા નેત્રંગ તાલુકાના ઊંડી ગામના સામાજિક આગેવાન દલુભાઇ વસાવા અને ઉર્મિલાબેન દલુભાઇ વસાવાને ઝઘડિયા તાલુકાના જામુની ફળિયામાં ધોરણ-૧થી ૫ના બાળકો પ્લાસ્ટિકની બેગમાં પુસ્તકો મૂકી શાળાએ અભ્યાસ કરવા માટે જાય છે.જેવી જાણ થતા તેઓ ગામની પ્રાથમિક ખાતે પહોંચ્યા હતા.અને ૩૦ જેટલા બાળકોને સ્કુલ બેગ સહીત શૈક્ષિણક કીટનું વિતરણ કરી માનવતા મહેકાવી આદિવાસી સમાજમાં એક ઉમદા કામ કરી બાળકોના દિલ જીતી લીધા હતા.



