યાત્રિકો ભવનાથ, જીણાબાવાની મઢી, સુરજકુંડની જગ્યા, સરકડીયા હનુમાનની જગ્યા, માળવેલા અને બોરદેવી ખાતે રાત્રી રોકાણ કરી શકશે ગિરનાર લીલી પરિક્રમાનો તા. ૧૨-૧૧-૨૦૨૪ના રોજ પ્રારંભ થવા જઈ રહ્યો છે, આ ગરવા ગિરનારની પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ત્યારે ગિરનાર અભયારણ્ય સિંહ, દીપડા જેવા વન્ય પ્રાણીઓનો પણ વિસ્તાર છે, જેથી પરિક્રમા રૂટ સિવાય અન્ય ગિરનાર અભયારણ્યના ભાગમાં પ્રવેશ કરવો નહીં. આમ, યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી નિયત પડાવ ભવનાથ, જીણાબાવાની મઢી, સુરજકુંડની જગ્યા, સરકડીયા હનુમાનની જગ્યા, માળવેલા અને બોરદેવી સિવાય અન્ય જગ્યાએ રાત્રી રોકાણ કરવું નહીં.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા કેશોદ