DHORAJIGUJARATRAJKOT CITY / TALUKO

Dhoraji: ભાદર-૨ ડેમના ૩ દરવાજા ૦.૪૫ મીટર ખોલતા નદીના પટમાં અવરજવર ન કરવા ગામલોકોને ચેતવણી

તા.૧૧/૯/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Dhoraji: રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પાસે આવેલા ભાદર-૨ જળાશયમાં તા. ૧૧ના સવારે ૧૧ કલાકની સ્થિતિએ પાણીનું લેવલ ૫૩ મીટર છે. હાલ આ ડેમના ૩ દરવાજા ૦.૪૫ મીટર ખુલ્લા છે. આથી, ધોરાજી તાલુકાના ભોલા, ભોલગામડા, છાડવાવદર, સુપેડી, ઉપલેટા તાલુકાના ચીખલા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાઢા, ગન્ડોળ, હડફોડી, ઇશ્રા, કુંઢેચ, લાઠ, મેલી (મજેઠી), નીલખા, તાલાગણા, ઉપલેટા, પોરબંદર તાલુકાના કુતિયાણા, ભોગસર, બિલડી, ચૌટા, છાત્રાવા, કાતવાણા, કુતિયાણા, પસવારી, રોઘડા, સેગરસ, થાપડા, માણાવદર તાલુકાના ચીલોદરા, રોઘડા, વાડાસડા, વેકરી, ચીકાસા, ગરેજ, મિત્રાળા, નવી બંદર ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં ચેતવણી આપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!