GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ખોખરા હનુમાન હરિહરધામ‌ ખાતે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે

 

MORBI:મોરબી ખોખરા હનુમાન હરિહરધામ‌ ખાતે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે

 

 

મહામંડલેશ્વરશ્રી શ્રી ૧૦૦૮ પરમ પૂજ્ય કનકેશ્વરીદેવીજી શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મોરબી અને રાજસ્થાન હોસ્પિટલ અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે.આ કેમ્પમાં નિષ્ણાંત અને અનુભવી ડોકટર દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને મફત આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવશે.આ કેમ્પમાં એમ.ડી.ફીઝીશ્યન, બાળરોગ નિષ્ણાંત,પેટના રોગ ના નિષ્ણાંત,કાન,નાક,ગળાના નિષ્ણાંત,આંખના રોગના નિષ્ણાંત તેમજ ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ નિષ્ણાંત ડોકટર સેવા આપશે.

જરૂરિયાતમંદ દર્દીઓને કાર્ડિયોગ્રામ,ડાયાબીટીશ ટેસ્ટ મફત કરી આપવામાં આવશે.જુના તમામ રીપોર્ટ તથા એક્સ-રે સાથે લાવવાના રહેશે.માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી મોરબી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી મોરબી દ્વારા મોરબી જિલ્લાના વધુમાં વધુ લોકોને આ કેમ્પ નો લાભ લેવા માટે અપીલ કરવામાં આવે છે.કેમ્પનું સ્થળ તારીખ 24-08-2025 રવિવાર અને સમય સવારે ૯:૦૦ થી ૧:૦૦ શ્રી ખોખરા હનુમાન હરિહરધામ બેલા-ભરતનગરરોડ,જિલ્લો-મોરબી તા.૨૪-૦૮-૨૦૨૫ રવિવાર – સવારે ૯-૩૦ થી ૧-૦૦

Back to top button
error: Content is protected !!