BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

પોલીસકર્મી સાયબર ક્રાઈમનો ભોગ બન્યો..! ભરૂચના કોન્સ્ટેબલને એકાઉન્ટ KYC કરવાનું કહી ગઠિયાએ 6 લાખની છેતરપિંડી કરી નબીપુરમાં ફરિયાદ નોંધાઈ

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ પોલીસ હેડ કવાટર્સના કોન્સ્ટેબલને KYC અપડેટના નામે સાયબર માફિયાઓએ શિકાર બનાવી ₹5.99 લાખનો ચૂનો ચોપડ્યો છે. આ બાબતે સાયબર મફિયાઓના શિકાર બનેલા કોન્સ્ટેબલે સાયબર બાબતે નબીપુર પોલીસ મથકમાં તેની સાથે થયેલી છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવી છે.
સાયબર માફિયાઓ અનેક લોકોને પોતાની વાતોમાં ફસાવી અથવા તો લોભ લાલચો આપીને તેમની સાથે છેતરપિંડી આચરતા હોય છે. પરંતુ હાલ આ સાયબર માફિયાઓની ચૂંગાલમાં ભરૂચનો એક પોલીસ કર્મી ફસાયો છે. ભરૂચ તાલુકાના એક ગામમાં રહેતા પોલીસ કર્મી છેલ્લા 17 વર્ષથી પોલીસ હેડક્વાર્ટરમાં આર્મ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તે 29 નવેમ્બરે પોતાના ઘરમાં હતો, તે સમયે એક કોલ આવતા સામેથી એક હિન્દી ભાષામાં બોલતા ઈસમે એક્સિસ બેંકના કર્મચારી બોલું છું તેવી ઓળખ આપી હતી.તેનું એક્સિસ બેંકમાં સેલેરી એકાઉન્ટ હોય અને KYC અપડેટ નહિ કરો તો એકાઉન્ટ બંધ થઈ જશે.ફરીથી ચાલુ કરાવવા 1600 રૂપિયા ચાર્જ લાગશે તેમ જણાવાયું હતું.
આથી પોલીસ કોન્સ્ટેબલે સામેથી એક્સિસ બેંક કર્મી બોલતો હોવાનું લાગતા તેઓએ KYC અપડેટ કરવાની તૈયારી બતાવી હતી. ત્યાર બાદ તેના વોટ્સએપ નંબર પર એક લિંક આવતા પોલીસ કર્મીએ તેમાં પોતાનું આધારકાર્ડ,પાનકાર્ડ અને ડેબિટ કાર્ડની વિગતો નાખી હતી.જે બાદ એક વીડિયો કોલિંગ આવતા તેમાં બેંક પાસબુક અને ઇમેઈલ આઈડી માંગતા કોન્સ્ટેબલને શંકા ગઈ હતી. કોલ કાપી તમામ નંબરો બ્લોક કરી તેઓ ઘરેથી કોલેજ રોડ પર આવેલી એક્સિસ બેંકની બ્રાન્ચ પર પહોંચ્યો હતા. ત્યાં બેંક દ્વારા તેમને કોઈ કોલ નહીં કરાયો હોવાની માહિતી આપી હતી.
\તેઓએ તેમનું બેંક એકાઉન્ટ ચેક કરતા તેમની પર્સનલ લૉન પર રૂ. 7.38 લાખની ટોપ અપ લોન લેવાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. ટોપ અપ લોનના જમા થયેલા નાણાં પૈકી ભેજાબાજો દ્વારા રૂ.5.99 લાખ 7 અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાયા હતા. જેથી તેને કોન્સ્ટેબલને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું લાગતા તેણે સાયબર ક્રાઇમનો ભોગ બનતા અંગે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!