
નરેશપરમાર.કરજણ
કરજણ પાસે ટ્રેનની અડફેટે 1 ઈસમનું મોત
કરજણ નજીક ટ્રેનની અડફેટે અજાણ્યા ઈસમનું મોત નીપજ્યું હતું
કરજણ રેલવે સ્ટેશન નજીક વંદેભારત ટ્રેનની અડફેટે 40 વર્ષના એક અજાણ્યા ઈસમ આવ્યા હતા. જેમાં ટ્રેન નીચે કચડાતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મરનાર ઈસમ ઘઉંવર્ણના રંગનો છે અને કમરે આછા રંગનું જીન્સ પહેરેલ છે. ઉપરાંત મૃતકની છાતીના ડાબા ભાગે સૂર્યદેવનું નિશાન કોતરેલ છે. જ્યારે જમણા હાથ પર નારિયેળના ઝાડ જેવું ત્રણ બાળકોનું નિશાન કોતરેલ છે.રેલવે પોલીસ દ્વારા આ લાશનો કબજો લઈ તેનું પોસ્ટમોર્ટમ કરાવીને તેના વાલી વારસોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.


