
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંજાર,તા-૨૩ ફેબ્રુઆરી :- અંજાર તાલુકા મોડસર ગામે વાડી વિસ્તાર માં આવેલ 279/પૈકી 1 વાળી સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણ કારોને અંજાર મામલતદારશ્રી ધ્વરા 3 દિવસમાં દબાણ કારો પોતે દબાણ દૂર કરી જમીન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી જેની મુદત આજે પુરી થાય છે, આ દબાણ કર્તાઓ માં પૂર્વ સરપંચ પૂર્વ ઉપ સરપંચ, કિસાન સંઘ ના અગ્રણી, હાલના અંજાર તાલુકા પંચાયત કારોબારી ચેરમેનશ્રી ના સગા ભાઈ, પૂર્વ અંજાર તાલુકા પંચાયત સદસ્ય પતિ તથા અન્ય મોટા માથાઓ ધ્વરા કરોડો રૂપિયાની કિંમતી જમીન ઉપર છેલ્લા વિશ વર્ષ થી દબાણ કર્યું હોવાનું સાબિત થયેલ છે જે અનુસંધાને અંજાર મામલતદારશ્રી ધ્વરા દંડ કિય રકમ સહીત ની નોટિસ આપવામાં આવી છે પરંતુ હજુ સુધી દંડ ની કોઈ ભરપાઈ કરવામાં આવેલ નથી જેથી આવા માથાભારે તત્વો (ભૂ માફિયા) સામે કાનુની ધારા હેઠળ તાત્કાલિક ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે તેવું SDPI નેતા કચ્છ જિલ્લા પ્રમુખશ્રી રોશનઅલી સાંધાણી એ જણાવ્યું હતું.








