MORBI:મોરબીના પીપળી ગામે બાઇક રીપેરીંગના પૈસાની ઉઘરાણી બાબતે યુવાન ઉપર ત્રણ શખ્સોએ હુમલો કર્યો

MORBI:મોરબીના પીપળી ગામે બાઇક રીપેરીંગના પૈસાની ઉઘરાણી બાબતે યુવાન ઉપર ત્રણ શખ્સોએ હુમલો કર્યો
મોરબી તાલુકાના પીપળી ગામે માનસધામ સોસાયટી-૧માં રહેતા મૂળ પંચાસર ગામના વતની પ્રવિણભાઈ દેવશીભાઈ ટુડીયા ઉવ.૪૧ એ તાલુકા પોલીસ મથકમાં આરોપી લાલાભાઈ મેવાળા રહે.પીપળી ગામની સામે માનસધામ સોસાયટી-૧, રાકેશ આહીર તથા રાજકુમાર એમ ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં ફરીયાદી પ્રવીણભાઈએ આરોપી લાલભાઈના પાવડીયારી પાસે આવેલ બજરંગ ગેરેજમાં પોતાનું બાઇક જીજે-૦૩-ઈડી-૫૭૬૯ વાળુ રીપેરીંગ કરાવેલ હોય જેનું બીલ રૂ.૧૦૦૦૦ થયેલ હોય ત્યારે પ્રવિનભાઈએ રૂ.૩૦૦૦ આપેલ હોય બાકીના રૂ.૭૦૦૦ ની હાલ સગવડતા ન હોય જેથી થોડા દિવસો બાદ આપવાનું કહ્યું હતું. જે બાદ આરોપી લાલાભાઈ અવાર નવાર રૂપિયાની ઉઘરાણી કરતા હોય, ત્યારે ગઈ તા.૧૬ માર્ચના રોજ ત્રણેય આરોપીઓ પ્રવીણભાઈના ઘર પાસે ગયેલ અને ફરિયાદીને બહાર બોલાવી રૂપિયાની માંગણી કરતા ફરિયાદીએ બે દિવસ પછી આપી દેવાનું કહેતા ત્રણેય આરોપીઓએ અપશબ્દો, ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા, તે દરમિયાન આરોપી લાલાભાઈએ તેના હાથમાં પહેરેલ કડુ પ્રવીણભાઈને કપાળના ભાગે મારી દઈ ઈજા કરી તેમજ ડાબા કાન ઉપર ઝાપટો મારી કાનમાં ઈજા કરી ત્રણેય આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી જતા રહ્યા હતા, હાલ તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.







