
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : બાયડના આંટીયાદેવમાં વ્યાજખોરના ત્રાસથી પતિ-પત્નીએ ગળાફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું,અંતિમ શ્વાસ પહેલા પત્નીએ વિડિઓ બનાવ્યો
વ્યાજખોરો નો ત્રાસ દિનપ્રતિદિન વધતો જતો જોવા મળી રહ્યો છે. વ્યાજ ખોરના દુષણ ને અટકાવવા પોલિસ પરિવાર દ્વારા વિવિધ પ્રવુતિઓ તેમજ કાર્યક્રમો પણ કરવામાં આવે છે છતાં અરવલ્લી જિલ્લામાં હજુ પણ કેટલીક જગ્યાએ અને વિસ્તારમાં લાઇસન્સ વગર લોકોને ઊંચા વ્યાજે રૂપિયા આપે છે છતાં કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તેવી ચર્ચાઓ હવે ઘટના ને વધી રહી છે. અરવલ્લી જિલ્લામાં પણ વ્યાજખોરના ત્રાસ થી પતિ પત્ની એ જીવન ટૂંકાવ્યું છે મળતી માહિતી અનુસાર વ્યાજખોરોના ત્રાસથી વધુ એક પરિવાર વિખેરાયો છે. બાયડના આંટીયાદેવમાં પતિ-પત્નીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે બાયડ પોલીસે ઘટનાનાં 14 દિવસ પછી પોલીસ ફરિયાદ નોંધી છે.સાબરકાંઠા જિલ્લા પછી અરવલ્લી જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસથી પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.બાયડના આંટીયાદેવમાં પતિ-પત્નીએ વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી દંપતીએ જીવન ટૂંકાવ્યું હતું ઘટનાનાં મામલે 14 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધી છે. પત્નીનો વીડિયો વાયરલ થતાં તેમજ પુરાવા રૂપે સ્યુસાઇડ નોટના આધારે ફરિયાદ નોંધાઈ છે છે.અતુલ પટેલ અને બબાભાઇ ભરવાડ નામના બે શક્સો સામે ગુન્હો દાખલ કરાયો છે.દિવસના 10 ટકાના વ્યાજના ચક્રમાં પરિવાર હોમાયો હોવાની પણ માહિતી સામે આવી છે હતો. વ્યાજ ખોરના ત્રાસથી સાબરકાંઠામાં પણ પરિવારે સામૂહિક આપઘાત કર્યો હતો





