
નરેશપરમાર, કરજણ –



કરજણ સર્કિટ હાઉસ ખાતે ભીમ આર્મી ની મિટિંગ આયોજન કરવામાં આવ્યું
કરજણ સર્કિટ હાઉસ ખાતે ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા મિટિંગ યોજવામાં આવી હતી જેમાં ત્રણ હોદ્દેદારો ની નિમણુંક કરવામાં આવી હતી.આજ રોજ ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા કરજણ તાલુકામાં સંગઠનની બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં ત્રણ નવા હોદ્દેદારો ની નિમણુંક કરી ભીમ ખેસ તેમજ મેન્ડેડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં જેમાં કરજણ તાલુકા અધ્યક્ષ ગુલામભાઈ મલેકની, કરજણ તાલુકા મીડિયા અધ્યક્ષ મુકેશભાઈ અઠોરાની તથા કરજણ તાલુકા લીગલ એડવાઈઝર એડવોકેટ રાજેન્દ્રભાઈ પરમાર ની નિમણૂક કરવામાં આવી.
તમામ હોદ્દેદારોએ ભીમ આર્મીને કરજણ તાલુકાના ઘરે ઘરે પહોંચાડવાની પ્રતિજ્ઞા લીધી હતી.આ બેઠકમાં વડોદરા જિલ્લા અધ્યક્ષ વિનોદભાઈ વણકર , મહિલા અધ્યક્ષ નેહાબેન પરમાર, મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મીનેશભાઈ પરમાર તેમજ રાજુભાઈ વસાવા, એડવોકેટમિત્રો, અન્ય મુસ્લિમ સામાજિક આગેવાનો , એસસી એસટી સામાજિક આગેવાનોએ હાજરી આપી અને પોતાના વિચારો સૂચનો રજૂ કર્યા. તેમજ એસસી એસટી માઈનોરીટી સમાજના હક અને અધિકારો માટે સામાજિક લડાઈ લડવા માટે કટિબદ્ધતા બતાવી હતી.




