
નરેશપરમાર -કરજણ 

પોર ઢાઢર નદીના બ્રિજ પર બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો
નેશનલ નંબર 48 પર વહેલી સવારે લોખંડનો રોલ ભરેલી ટ્રક અને બીજી ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થવા પામ્યો હતો આજ તા ૮-૧૦-૨૪ ના રોજ વહેલી સવારે પોર ખાતે આવેલ ઢાઢર નદી ના બ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માત માં એક ટ્રક માં આશરે ૩૦ ટન વજન ના ભારેખમ લોખંડના રોલ ભરેલા હોય જે રોલ ટ્રકના કેબિન પર ફરી વળતાં ડ્રાઈવર ફસાયેલ હોય જેની જાણ કરજણ ફાયર વિભાગને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ હોલ મેટ્રો ટુલ્સ નો ઉપયોગ કરી ડ્રાઈવર ને સહીસલામત બહાર કાઢીયો હતો આ બનાવ ના પગલે પોલીસ પણ ઘટના સ્થળ પર પોહચી ને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડેલ, સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી પરંતુ, ડ્રાઈવર ક્લીનર તેમજ અન્ય એક વ્યક્તિ ને નાની મોટી ઇજા થવા પામી છે.અકસ્માત ના પગલે હાઇવે પર ગાડીયો ની લાઈન થઈ જવાને લીધે ટ્રાફિક જામ ના દ્રષ્યો સર્જયા હતો




