SINORVADODARA

મોટા ફોફડીયા ખાતે નારી સંમેલન યોજાયું જેમાં ૨૫૦થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર હાજરી આપી


ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના મોટા ફોફળિયા મુકામે આવેલ સી.એ. પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આજ રોજ બાળ વિકાસ યોજના અધિકારી, શિનોર દ્વારા ભવ્ય નારી સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકાભરની ૨૫૦થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી.
સંમેલન દરમિયાન મહિલાઓને વિવિધ સરકારી યોજનાઓ, મહિલા અને બાળ કલ્યાણ સંબંધિત લાભો, આરોગ્ય સેવાઓ તેમજ સશક્તિકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત અધિકારીઓએ મહિલાઓને સરકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા માટે પ્રેરિત કરી અને તેમની જાગૃતિ વધારવા પર ભાર મૂક્યો હતો.
કાર્યક્રમ અંતે ઉપસ્થિત મહિલાઓએ આવી માહિતીપ્રદ પહેલ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો.

Back to top button
error: Content is protected !!