
નરેશપરમાર. કરજણ,
મૂળનિવાસી એકતા મંચ દ્વારા સતીશ પટેલ અને વિજય શાહ વિરુદ્ધ લેખિત ફરિયાદ કરજણના મુખ્ય ચૂંટણી અધિકારી આવેદન પાઠવવામાં આવ્યું
આજ રોજ ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી અને રાજ્ય ચુંટની આયોગ માં સતીશ પટેલ અને વિજય પટેલ વિરુદ્ધ લેખિત ફરિયાદ બાય આર પી એડી ના માધ્યમ થી મોકલી છે.
કરજણ નગરપાલિકાની ચૂંટણીના વોર્ડ નંબર ૦૭ માં ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે યોજાયેલી એક જાહેર સભામાં વિવાદિત નિવેદનો સામે આવ્યા છે જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ અને કરજણ બેઠકના પ્રભારી અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય પટેલે ચૂંટણી સભામાં એવાં નિવેદનો આપ્યાં છે જિલ્લા ભાજપા પ્રમુખ સતીશ પટેલે સભાને સંબોધતા સીધી ધમકી આપી હતી કે, જો વોર્ડ નંબર ૦૭ ના ભાજપાના ઉમેદવારોને મત નહીં મળે અને જો મતદારોએ દગો કર્યો તો તેમના મકાનો તોડી પાડવામાં આવશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “ભાજપના ચારેય ઉમેદવારોને જીતાડશો તો એકેય મકાન તૂટવા નહીં દઉં, જો દગો કર્યો તો એકેયના રાખવા પણ નહીં દઉં.” એક જવાબદાર વ્યક્તિ તરીકે પોતાની જવાબદારી નું ભાન ભૂલી મતદારોને ડરાવાનો ધમકવાનો પ્રયાસ કર્યો.બીજી તરફ, કરજણ નગર પાલિકાની ચૂંટણીના પ્રભારી અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય પટેલે પણ જાહેર સભાને સંબોધતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે મહંમદ યુસુફ સિંધી પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, મહંમદ યુસુફ સિંધીએ એક લાખ, દોઢ લાખ અને બે લાખમાં સરકારી પ્લોટો વેચીને મહંમદ નગરી ઉભી કરી છે. ડો. વિજય પટેલે જાહેરાત કરી હતી કે, “આવનાર સમયમાં મહંમદ નગરીને ‘રામ નગરી’ બનાવવાનું કામ ચૂંટાઇને આવનાર વોર્ડ નંબર 7ના ઉમેદવારો કરશે.રવિવારે યોજાયેલી આ જાહેર સભા માં બેફામ વાણી વિલાસ કરનારા લોકશાહી ની હત્યા કરનાર ભાજપના નેતાઓ ના વિવાદાસ્પદ નિવેદનોને લઈને રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી અને ચૂંટણી પંચ આ બાબતે શું પગલાં લે છે તે જોવું રહ્યું.




