નરેશપરમાર. કરજણ,
કરજણ ના કુરાઈ ગામના પાટીયા પાસે બે બાઈકના અકસ્માતમાં એક યુવકનું મોત, 1 ઘાયલ
માથાના ભાગે ગંભીર ઈજા થવાથી સ્થળ પર જ મોતી, પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો
કરજણ ઉમજ રોડ ઉપર કુરાઈ ગામ પાસે પાછળથી આવતા એક બાઈક ચાલકે પોતાની બાઈક પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી આગળની બાઈકને પાછળથી અથાડતા આગળના બાઈક ચાલકને હાથના ભાગે તેમાં જ પાછળથી બાઈક પ્રકારના યુવકને માથાના ભાગે ગંભીર બીજાઓ તથા યુવકનું ઘટના સ્થળે જ મોત નીચું હતું પોલીસે અકસ્માત નો ગુનો નહોતી તપાસ હાથ ધરેલી છે.કરજણ ઉમજ રોડ પર કોરાઈ ગામ પાસે આવેલી ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા સંજયભાઈ જ્ઞાનેશ્વર રાવ ભોલે રોજના નિયમ મુજબ 14 તારીખે સાંજે 6:30 વાગ્યાના અરસામાં પોતાની બાઈક લઈને ખાંધા ગામ ખાતે દૂધ લેવા જતા હતા, ત્યારે કુરાઈ ગામના પાટીયા નજીક પાછળથી આવતા બાઈક ચાલક મેહુલભાઈ કિશોરભાઈ પ્રજાપતિ પોતાની બાઈક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આગળ ચાલતા સંજયભાઈ ભોલેની બાઈકને પાછળથી અથાડી અકસ્માત કરતા સંજયભાઈ ભોલે તેમજ પાછળનો બાઈક ચાલક મેહુલભાઈ બંને રોડ પર
પટકાયા હતા. સંજયભાઈને માથાના ભાગે તેમજ હાથના ભાગે ઈજાઓ થવા પામી હતી. જ્યારે પાછળથી આવતા બાઈક ચાલક મેહુલભાઈ કિશોરભાઈ પ્રજાપતિ રહે. મિયાગામ નાઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ તથા લોહી નીકળતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું .પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરેલી છે.