
ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના સાધલીથી સેગવા જવાના મુખ્ય માર્ગ ઉપર આવેલ માલપુર ગામ પાસે આવેલા બે ભયજનક વળાંકો પર આજે ફરી અકસ્માતોની ઘટના સામે આવી છે. એક વળાંક પર આઇસર વાહન પલટી માર્યું હતું, જ્યારે બીજા વળાંક પર એક ફોર-વ્હીલર કાર રોડની નીચે ઉતરી ગઈ હતી. સદનસીબે બંને અકસ્માતોમાં કોઈ જાનહાની થવા પામી નથી.
ગ્રામજનોએ જણાવ્યું કે માલપુર ગામના આ બંને વળાંકો પર વારંવાર અકસ્માતો સર્જાય છે. વળાંકો અત્યંત જોખમી હોવાના કારણે વાહનચાલકો માટે આ માર્ગ જોખમરૂપ બન્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક માર્ગ સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવા તંત્રને માંગણી કરી છે.
તાજેતરમાં જ સાધલી થી સેગવા માર્ગ બનાવવામાં આવ્યો હોય વળાંક પર જરૂરી સાવચેતીના ભાગરૂપે ભય જનક વળાંક આગળ જરૂરી બોર્ડ લગાવવામાં આવે તો આવા મોટા અકસ્માતો ટળી શકે અને વાહન ચાલકોના જીવ બચી શકે એવી વાહન ચાલકોની માંગ ઉઠી છે..





