SINORVADODARA

શિનોર તાલુકામાં અંદાજિત સવા બે ઇંચ કમોસમી વરસાદ.. ઊભા ખેતી પાકો ને વ્યાપક નુકશાન..

વડોદરા જીલ્લા ના શિનોર માં, રવિવાર ની સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે, ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા કમોસમી વરસાદ ના પગલે ઊભા ખેતીપાકોને વ્યાપક નુકશાન પહોંચતાં ખેડૂતો ના માથે કુદરતી આફત નું સંકટ જોવા મળ્યું છે.. પ્રાપ્ત માહિતી મુજબ રવિવાર ની સવારે થી રાત્રીના ૧૨ કલાક સુધીમાં સવા બે ઇંચ કમોસમી વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે.
ખેડૂતો ના માથે કુદરતી અને માનવસર્જિત કુત્રિમ આફતો હંમેશા તોળાતી જોવા મળે છે.. રવિવાર ની સવારથી જ વાતાવરણ માં પલટો આવતાં એકાએક વાદળછાયું વાતાવરણ છવાયું હતું..અને સવારના સાડા દશ વાગ્યા થી ગાજવીજ અને પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદ વરસવાનું શરૂ થતાં ખેડૂતો ના જીવ તાળવે બંધાયા હતા.. મોડી સાંજે ભારે પવન સાથે સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો.. રાત્રીના ૧૨ કલાક સુધી સવા બે ઇંચ વરસાદ વરસતાં ઊભા ખેતીપાકોને વ્યાપક નુકશાન પહોંચ્યું છે..જેના પગલે કુદરતી આફત સામે ખેડૂતો ફરી એકવાર લાચાર જોવા મળ્યા છે.. બીજી તરફ કમોસમી વરસાદ ની અસર સામાન્ય જનજીવન પર પણ જોવા મળી હતી.. જેમાં વિકાસ ની મૂહફાટ વાતો વચ્ચે, વર્ષોવર્ષ ની શિનોર રેલ્વે ગરનાળા નીચે ભરાતા વરસાદી પાણી ની સમસ્યા ઉકેલવામા, સરેઆમ નિષ્ફળ રહેલા સ્થાનિક અને જવાબદાર તંત્ર ની બેદરકારી નો ભોગ એક કાર ચાલક બનતા,કાર ચાલક રેલ્વે ગરનાળા નીચે ભરાયેલા પાણીમાં ફસાતા તેની હાલત ભારે કફોડી બની હતી.. ઉલ્લેખનીય છે કે રવિવારે વરસેલા,સવા બે ઇંચ કમોસમી વરસાદ સાથે વરસાદ નો કુલ આંક ૬૬૩ મિલીમિટર નોંધાયો છે.. કમોસમી વરસાદ ના પગલે ઉભા ખેતી પાકો માં ભારે નુક્સાન પહોંચ્યું છે..

ફૈઝ ખત્રી….શિનોર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!