VADODARAVADODARA CITY / TALUKO

શ્રી યમુનાજી મહારાણી ના પ્રાગટય દિન ની ઉજવણી પ્રસંગે દર્શન કરવા વૈષ્ણવોનો મહાસાગર ઉમટ્યો.

વડોદરા વાઘોડિયા રોડ નવીન યમુનાજી નિકુંજ સુખધામ હવેલી ખાતે શ્રી યમુનાજી મહારાણી ના પ્રાગટય દિન ની ઉજવણી પ્રસંગે દર્શન કરવા વૈષ્ણવોનો મહાસાગર ઉમટ્યો.

વડોદરા પૂર્વ વિસ્તાર ના વ્રજ સુખધામ હવેલી ના પ્રાગણમાં નવીન યમુના નિકુંજ હવેલી માં વૈષ્ણવ સમાજ ના પરમ ભગવદીય પરેશભાઈ પરીખ ( જગદીશ કેપિટલ ) અને પરીખ પરિવાર ના સહયોગ થી છાકલીલા ના મનોરથ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેનો વૈષ્ણવો એ મોટી સંખ્યામાં લ્હાવો લીધો હતો.વિવિધ વૈષ્ણવ હવેલીઓમાં પણ યમુનાજી પ્રાગટય મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.પ.પૂ.પાદ ગોસ્વામી 108 કાકરોલી નરેશ ડો.વાગીશકુમાર મહારાજ શ્રી,યુવરાજ પૂ.વેદાંત કુમાર મહોદયશ્રી શ્રી અને પૂ.સિદ્ધાંત કુમાર મહોદયશ્રી ના શુભ આશીર્વાદ દ્વારા યમુના નિકુંજ હવેલી સુખધામ ખાતે વૈષ્ણવો દર્શન અને ગુરુ મહારાજ શ્રી ના આશીર્વાદ લેવા માટે લાંબી કતાર જોવા મળી હતી.ફૂલ મંડળી અને છાકલીલા મનોરથ ના દર્શન રાત્રી ના આઠ વાગ્યા સુધી અવિરતપણે વૈષ્ણવો નો પ્રવાહ ચાલુ રહ્યો હતો.દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં લાભ લેવા માટે ઉમટ્યા હતા.વૈષ્ણવો એ યમુનાજી ના ધોળ, પદ અને ગીતો ગાઈ ને અનેરો આનંદ લૂંટયો હતો.સમગ્ર કાર્યક્રમ નું સુંદર અને સફળ આયોજન સુખધામ હવેલી ના ઉત્સાહી,કાર્યશીલ પરમ ભગવદીય વૈષ્ણવ શ્રી રાજેશભાઈ ગાંધી ની નિગરાની હેઠળ તમામ ટિમ ના સમર્પિત સેવકો દ્વારા ખડે પગે રહી મુખ્ય મનોરથી પરેશભાઈ પરીખ પરિવાર દ્વારા વૈષ્ણવો ને મહાપ્રસાદ લેવડાવવા નું ખુબજ સુંદર આયોજન કરી વ્યવસ્થા જાળવવામાં આવી હતી.યમુનાજી મહારાણી ના ઉત્સવ ઉજવણી પ્રસંગે વૈષ્ણવો ને મહા પ્રસાદ લેવડાવવા માટે પોતાની જગ્યા નો ઉપયોગ કરવા માટે બિલ્ડર દક્ષેશભાઈ શાહ અને નેતિક ભાઈ શાહ એ પૂરતો સહયોગ કરી સાથ અને સહકાર આપ્યો હતો.આ રીતે યમુનાજી મહારાણી ના ઉત્સવ ની ઉજવણી ખુબજ ધામ ધૂમ પૂર્વક કરવામાં આવી હતી.
વૈષ્ણવો,અબાલ વૃદ્ધો,યુવાનો, મહિલાઓ,વડીલો એ અનેરો ઉત્સાહ દાખવી યમુનાજી મહારાણી ના ગગન ભેદી નારા નો જય જય કાર બોલાવી ધાર્મિક ભક્તિમય વાતાવરણ બનાવ્યું હતું.આ કાર્યક્રમમાં વૈષ્ણવસમાજ ના ભામશા વલ્લભ સ્ટીલ ના માલિક શેઠ શ્રી રાજેશભાઈ પરીખ શહેર ના નામાંકિત બિલ્ડર દક્ષેશભાઈ શાહ,સંખેડા દશાલાડ સમાજ,વડોદરા ના પ્રમુખશ્રી ભરતભાઈ દેસાઈ,સંખેડા દશાલાડ સમાજ વડોદરા ના પ્રમુખશ્રી અને સંખેડા દશાલાડ કો.ઓપરેટિવ બેન્ક ના પૂર્વ ચેરમેન શ્રી અશોકભાઈ શાહ,સંખેડા નગર ના નગરપતિ શ્રી નિતીનભાઈ શાહ,વડોદરા શહેર કોર્પોરેટર શ્રીમતી પૂનમબેન શાહ,શ્રી નેતીકભાઈ શાહ વિગેરે આગેવાનો અને ટસ્ટ્રીશ્રી ઓ એ ઉપસ્થિત રહી ભાગ લીધો હતો.પૂ ગુરુ મહારાજ શ્રી ના ચરણ સ્પર્શ નો વૈષ્ણવો એ મોટી સંખ્યામાં લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ,

રીપોર્ટર રવિ તરબદા વડોદરા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!