VADODARAVADODARA CITY / TALUKO

વડોદરા શહેરમાં ચોંકવાનારી ઘટના ઘટી, મહિલાઓ કપડાં કાઢી અર્ધનગ્ન અવસ્થામાં રોડ પર દોડવા લાગી

વડોદરા શહેરમાં આજે ચોંકવાનારી ઘટના ઘટી છે. કારેલીબાગ વિસ્તારમાં ચાર મહિલાઓ એક દુકાનમાં ચોરી કરવા આવી હતી. જો કે આ મહિલાઓ પકડાઈ જતા બચવા માટે કપડાં કાઢી અર્ધનગ્ન અવસ્થામાં રોડ પર દોડવા લાગી હતી. આ અંગે મળતી માહિતી મુજબ કારેલીબાગ વિસ્તારમાં આવેલા અંબાલાલ પાર્ક પાસે જય રણછોડ કોમ્પ્લેક્સમાં આજે 28 જાન્યુઆરીએ બપોરે આ ઘટના બની હતી.

રણછોડ કોમ્પ્લેક્સમાં અલ્તાફભાઇની ઇંગ્લેન્ડ લોન્ડ્રીની દુકાન આવેલી છે. માલીક ટિફિન લેવા મટે ઘરે ગયા હતા ત્યારે આ  ચાર મહીલાઓ દુકાનમા પ્રવેશી હતી. દુકાનનો  કર્મચારી ઇકબાલ ધોબી ત્યાં હાજર હતો તેની નજર ચૂકવી મહીલાઓ 25000 જેટલા રૂપિયા જેટલી રોકડ રકમ લઇને ભાગી હતી.

કર્મચારી ઇકબાલે બૂમો પાડી હતી જેથી ત્યાં હાજર લોકોની ટોળું બની મહીલાઓની પાછળ ભાગ્યું હતું, ટોળાથી બચવા માટે મહીલાઓએ પોતાના કપડાં કાઢી અર્ઘનગ્ન અવસ્થામાં આવી ગઈ હતી. મહિલાઓએ રોડ પર ફેકેલા 9300 રૂપિયા પરત મળી આવ્યાં છે. ટોળામાંથી કેટલાક લોકોએ આ મહિલાઓ સાથે ગેરવર્તન પણ કર્યું હતું.

આ સમગ્ર ઘટના અંગે વડોદરા પોલીસ ઝોન-4ના ડીસીપી પન્ના મોમાયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ મામલે બંને પક્ષોએ ફરિયાદ નોંધાશે. સીસીટીવી જોઈ પબ્લિક સામે ગેરવર્તણૂકની ફરિયાદ કરવામાં આવશે.

હાલ આ મહિલાઓ પોલીસ કસ્ટડીમાં છે. આ મહિલાઓ કોણ છે તેમના નામ ઠામ અંગે ગોળ ગોળ જવાબો આપતા પોલિસ પણ મૂંઝવણમાં મુકાઈ છે. પોલીસે 181 અભયમ હેલ્પલાઈનને બોલાવી હતી. અભયમની ટીમે આ મહિલાઓનું કાઉન્સિલિંગ કર્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!