AHAVADANGGUJARAT

કોંગ્રેસની નીતિ ગરીબ અને મધ્યમવર્ગ માટે વિરોધી:-ગણપત વસાવા પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત રાજ્ય..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાના પ્રવાસે આવેલા પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ હાલમાં કોંગ્રેસ અગ્રણી સામ પિત્રોડા એ કરેલ ટ્વીટ ને લઈને પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કોંગ્રેસની નીતિ ગરીબ અને મધ્યમવર્ગ વિરોધી છે. હાલમાં ચાલી રહેલ લોકસભાની ચૂંટણી દરમિયાન ડાંગ જિલ્લાના ત્રણ દિવસના પ્રવાસે આવેલા ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ સાપુતારા ખાતે પત્રકાર પરિષદ બોલાવી હતી.પત્રકાર પરિષદમાં ગણપત વસાવાએ કોંગ્રેસના દિગગજ નેતા સામ પિત્રોડા દ્વારા કરવામાં આવેલ વારસાગત મિલકત માં ટેક્સ વસુલવાના નિવેદન ને લઈને જણાવ્યું હતું કે કોંગ્રેસ ની નીતિ ગરીબ અને મધ્યમવર્ગ વિરોધી રહી છે.વારસાગત મિલકત માં ટેક્સ વસુલવાના જે તેમના વિચારો છે તેમાં સામન્ય અને મધ્યમવર્ગના લોકોને ખૂબ મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને જે વડીલો દ્વારા પોતાના પરસેવાની કમાણી રૂપે તેમના વારસદારો માટે મિલકત ભેગી કરવામાં આવે છે તેનાથી તેમની પેઢીને લાભ થતો હોય છે જોકે તેમના હકના નાણા કે મિકલટ ઉપર કોંગ્રેસની નજર છે અને તેઓ આવનારા સમયના આ માધ્યમથી લોકોને મુશ્કેલી ઉભી થાય એવા પ્રયત્ન કરતા હોય તેવી આશંકા છે.જ્યારે ભારતીય જનતા પાર્ટી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના હક માટે કામ કરતી હોય ત્યારે આવા અમેરિકામાં ચાલતા ટેક્સ પદ્ધતિ ની જેમ દેશમાં પણ ટેક્સ પદ્ધતિ લાવવા વિચાર ધરાવતી પાર્ટીનો વિરોધ કરે છે. કોંગ્રેસ પાર્ટી જીવતા હતા ત્યારે પણ લૂંટ ચલાવતી હતી અને હવે મર્યા બાદ પણ લૂંટ ચલાવવાની વાત કરે છે જેનો અમે વિરોધ કરીએ છીએ.વધુમાં ગણપત વસાવાએ સાપુતારા નવાગામનાં વિસ્થાપિતોની મુલાકાત લીધી હતી.સાપુતારા નવાગામ વાસીઓએ અગાઉ ચીફ ઓફીસરનાં બદલી રદ માટે રાજય સરકારને અલ્ટીમેટમ આપ્યુ હતુ.સાથે લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.પરંતુ પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાનાં સમજાવટનાં પગલે સાપુતારા નવાગામનાં રહેવાસીઓ મતદાન માટે તૈયાર થતા મામલો થાળે પડ્યો હોય તેમ લાગી રહ્યુ છે. પરંતુ હવે સમય જ બતાવશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!