
નરેશપરમાર.કરજણ,
કરજણ તાલુકાના બચાર ગામે ગામના તલાટી કમમંત્રી ને મારમારવાની કોશિશ
કરજણ તાલુકાના બચાર ગામના તલાટી કમમંત્રી ને ગામના ઇસમો દ્વારા મારી નાખવાની ધમકી અને ખેંચતાણ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો.
બચાર ગામમાં તલાટી કમ મંત્રી ઉદયભાઈ ચૌહાણ ને બચાર ગામના ના ત્રણ ઇસમો દ્વારા (૧) પઠાણ જાબીરખાન સબ્બીરખાન (૨) પઠાણ વસીમખાન ફિરોજખાન (૩) પઠાણ આરીફખા મનવરખાન આ ત્રણ ઇસમો તેમજ અન્ય તેમના મળત્યો થકી તેમણે તલાટી ને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ તલાટી સાહેબ ઉપર હુમલો પણ કરવાની કોશીશ કરી હતી.બચારગામની ગૌચર ની જમીન છે. તે જમીન ને વનીકરણ વિભાગ દ્વારા ઉક્ષારોપણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. તે જમીન ની ફરતે વનીકરણ વિભાગ દ્વારા તાર ની પાકી ફેસિંગ મારવાની કામગીરી કરેલ છે. તેમજ બાજુના ગામના લોકો એટલે કે કલ્લા ગામ ના લોકો બચાર ગામની ગૌચર માંથી રસ્તો ગેરકાયદેસર રસ્તાની માંગણી કરે છે. પરંતુ ગૌચાર માં વર્ષો થી કોઈ રસ્તો આવેલ નથી . તેમજ કલ્લાગામના રહિશો દ્વારા પણ તારની પાડી ફેન્સિંગ તોડવા નો પ્રયાસ કર્યો હતો. તેમણે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે.તેમજ તે લોકોની સાથે ઉપર દર્શાવેલ નામના આરોપીયો એ તલાટી ક્રમ મંત્રી ઉદયભાઈ ચૌહાણ ને ધક્કો મારી ફેકવાનો પ્રપાસ કર્યા. તેમજ મારી નાખવાની ધમકી આપી. આવા અસામાજીક તત્વો ગામમાં થતા વિકાસના કામો માં અડચણ ઉભી કરે છે. તેમજ સરકારી કર્મચારી ને જાન થી મારવાની ધમકી આપે છે. તેમજ સરકારી મિલકને નુકસાન પોંહચાડવા ના પ્રયત્ન કર્યો હતો




