
ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના ભેખડા ગામ ખાતે શ્રી કૃષ્ણેશ્વર મહાદેવના નવનિર્મિત મંદિરનો જીર્ણોદ્ધાર તથા મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો.
તા. 28/01/2026ના રોજ ભેખડા ગામમાં શ્રી કૃષ્ણેશ્વર મહાદેવના નવનિર્મિત મંદિરના જીર્ણોદ્ધાર અને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ધાર્મિક વિધિવિધાન સાથે સંપન્ન થઈ. આ પ્રસંગે ભેખડા ગામના સમસ્ત ગ્રામજનો તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
મહોત્સવ નિમિત્તે ફટાકડાની આતશબાજી સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાદમાં શ્રીફળ હોમ તથા ધાર્મિક વિધિઓ બાદ તમામ ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.




