
ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. કોંગ્રેસ દ્વારા આજે ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા.
શિનોર તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવારોએ સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવી છે. સાથે જ સાધલી જિલ્લા પંચાયત બેઠક તેમજ શિનોર જિલ્લા પંચાયત બેઠક માટે પણ પક્ષે એક-એક ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે.
ઉમેદવારો માલસર થી ગાડીઓના કાફલા સાથે નીકળી તાલુકા સેવાસદન કચેરી શિનોર ખાતે પહોંચ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીમય માહોલ જોવા મળ્યો હતો.
કોંગ્રેસના ઉમેદવારો દ્વારા 100 ટકા જીતનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉમેદવાર ભુપેન્દ્રભાઈ પટેલ એ જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.




