
ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ નકુમ ફળિયામાં રૂપિયા અઢી લાખના અંદાજિત ખર્ચે આર.સી.સી. રસ્તા નિર્માણ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
તા. 6 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાયેલી ખાસ સભામાં સહીનું વલણ બદલાવી વિકાસ કાર્યો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તેના અનુસંધાને વર્ષોથી પડતર રહેલી માંગણીને ધ્યાનમાં રાખી નકુમ ફળિયામાં પંચાયત સદસ્યા અસ્માબાનુના પતિ શ્રી સરફરાજ નકુમ તથા ઇન્ચાર્જ સરપંચ સંકેત પટેલના હસ્તે શ્રીફળ વધેરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ પ્રસંગે જશપાલ ગોહિલ,ભુપેન્દ્ર ગોહિલ તેમજ વોર્ડ ના મહિલા સદસ્ય અસ્માબાનુ નકુમ હાજર રહ્યા હતા. કામનો પ્રારંભ થતા સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
તેમજ સ્થાનિકો દ્વારા ઇન્ચાર્જ ડેપ્યુટી સરપંચ સંકેત પટેલ તેમજ ખાટલી ગ્રામ પંચાયતના તમામ સ્ટાફનો આભાર માન્યો હતો.




