SIHORSINORVADODARAVADODARA CITY / TALUKO
વણીયાદ ગામે ભારે વરસાદ તેમજ ઈયળોના ઉપદ્રવ ના કારણે 500 વીંઘામાં તૈયાર સોયાબીનનો પાક નિષ્ફળ
વણીયાદ ગામના 50 થી 60 જેટલાં ખેડૂતો દ્વારા સારા ઉત્પાદન ની આશા
ફૈઝ ખત્રી…શિનોર શિનોર તાલુકાના વણીયાદ ગામના 50 થી 60 જેટલાં ખેડૂતો દ્વારા સારા ઉત્પાદન ની આશાએ 500 વીંઘા સોયાબીન ના પાકનું વાવેતર કરી તૈયાર કરવામાં આવ્યો હતો.પરંતુ હાલમાં ચાલી રહેલી વરસાદ ની સીઝનમાં વણીયાદ સહિત સમગ્ર શિનોર પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો.જેના પગલે વણીયાદ ગામે નીચાણવાળા વિસ્તારમાં આવેલા ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા 250 વીંઘામાં તૈયાર સોયાબીન ના પાક ને મોટું નુકશાન થવા પામ્યું હતું.બીજી તરફ લશ્કરી ઈયળોનો ઉપદ્રવ એટલો વધી ગયો છે કે કોઈપણ જાત ની દવા પણ અસર નથી કરતી.ત્યારે વધુ 250 વીંઘામાં તૈયાર સોયાબીન નો પાક નિષ્ફળ જવાની પરિસ્થિતિનું નિર્માણ થતાં ખેડૂતોની હાલત અંત્યત કફોડી બનવા પામી છે.ત્યારે રાજ્ય સરકાર નુકસાનીનું સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવે તેવી વણીયાદ ગામના ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે.