
નરેશપરમાર. કરજણ,
વાઘોડિયા ના લીમડા ગામે ચાર વિદેશી વિધાર્થીને ટોળાએ માર માર્યો
વાઘોડિયા ના લીમડા ગામે 4 વિદેશી વિદ્યાર્થીને ટોળાએ માર માર્યો, હુમલાની ઘટનામાં એક વિદેશી વિદ્યાર્થીનું મોત
વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ચાર વિદેશી વિદ્યાર્થી 14 માર્ચે ધુળેટીની રજા હોવાથી સાંજના સમયે લીમડા ગામના તળાવ પાસે ફરવા ગયા હતા, જ્યાં તેઓ દરગાડ નજીક ચપ્પલ પહેરીને સિગારેટ પિતા હતા. આ સમયે ગામના લોકોએ ધાર્મિક સ્થળ ઉપર ચંપલ પહેરીને સિગારેટ પીતા રોકતાં મામલો બિચક્યો હતો, જેમાં ગામના દસ જેટલા લોકો બેટ, દંડા અને અણિયાળી લાકડીઓ સાથે આવી ચાર વિદ્યાર્થીને માર માર્યો હતો. એમાં એક વિદ્યાર્થી જીવલેણ હુમલામાં સ્થળ ઉપર ઢળી પકડ્યો હતો. હાલ તમામ ઇજાગ્રસ્તોને પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાના વીડિયો વાઈરલ થતાં વાઘોડિયા પોલીસે આ ઘટનામાં 10 ડુમલાખોર સામે ગુનો દાખલ કરી 2 સગીર સહિત 7ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.




