SINORVADODARA

પુનિયાદ ગામે ધારાસભ્ય અક્ષયપટેલ ના વરદ્ હસ્તે, 22 લાખ ઉપરાંત ના વિકાસકામો નું ખાત મુહૂર્ત=લોકાર્પણ


ફૈઝ ખત્રી..શિનોર
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાની પુનિયાદ ગ્રામ પંચાયત સમગ્ર ગ્રામજનોના સાથ- સહકાર થી સમરસ બની હતી.. ત્યારે હવે ધારાસભ્ય અક્ષયપટેલ ના સવિશેષ સહકાર થી ધારાસભ્ય ની તેમજ સરકારી વિવિધ યોજનાઓ અંતર્ગત, અંદાજે 22 લાખ ઉપરાંત ની માતબર રકમ ના વિકાસ કામો મંજુર કરાતાં ,આજરોજ તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ, ભાજપ આગેવાન વિકાસપટેલ, હરિકૃષ્ણ(જીગાભાઈ)પટેલ,પુનિયાદ સરપંચ ભાવિનપટેલ અને ગ્રામજનોની ઉપસ્થિતિ વચ્ચે આવી પહોંચેલા,લોકલાડીલા ધારાસભ્ય અક્ષયપટેલે પ્રથમ,ગામની મધ્યે આવેલા ગરબાચોક ખાતે ,પેવરબ્લોકના કામનું લોકાર્પણ કર્યા બાદ મુખ્ય માર્ગ ના કામનું ખાતમુહૂર્ત કર્યુ હતુ..
ઉલ્લેખનીય છે કે ગામની મધ્યે આવેલા ગરબા ચોક ખાતે નવરાત્રી પૂર્વે પેવર બ્લોક નું કામ થતાં ખેલૈયાઓ સહિત ગામ આગેવાનોએ ધારાસભ્ય અક્ષયપટેલ નો આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!