KARJANVADODARA

કરજણ ને.હા 48 ઉપર કંડારી ગામ પાસે અકસ્માતમાં યુવતીનું મોત

કરજણ તાલુકાના કંડારી નજીક થયેલા ભયાનક અકસ્માતમાં એક પિતરાઈ બહેનનું સ્થળ ઉપર મોત

નરેશપરમાર.કરજણ –

કરજણ ને.હા 48 ઉપર કંડારી ગામ પાસે અકસ્માતમાં યુવતીનું મોત

કરજણ તાલુકાના કંડારી નજીક થયેલા ભયાનક અકસ્માતમાં એક પિતરાઈ બહેનનું સ્થળ ઉપર મોત

વડોદરાથી મોપેડ લઈને ભરૂચ જતી બે પિતરાઈ બહેનો કરજણ તાલુકાના કંડારી ગામ પાસે ભયાનક માર્ગ અકસ્માતનો ભોગ બની. ભરૂચના લિંક રોડ, શ્રાવણ ચોકડી પાસે રહેતી પ્રાંચી ઘનશ્યામભાઈ પટેલ પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી, જ્યારે તેની કાકાની દીકરી નેન્સી દેવેન્દ્રભાઈ પટેલ અકોટા ખાતે બ્યુટી પાર્લરના ક્લાસે જતા હતાં. બંને બહેનો વડોદરા થી અભ્યાસ પૂરો કરીને ભરૂચ ઘરે પરત ફરી રહી હતી. તે દરમિયાન કંડારી ગામ નજીક નવા બનતા બ્રિજના સર્વિસ રોડ પરથી પસાર થતાં અજાણ્યા ટ્રકચાલકે પોતાના ટ્રકને બેદરકારીપૂર્વક પુરઝડપે ડંકારી મોપેડને અથડાવી હતી. પરિણામે પાછળ બેસેલી 19 વર્ષની નેન્સીનું સ્થળ ઉપર જ કરુણ મોત થયું હતું, જ્યારે પ્રાંચીને ખભા, પગ અને મોઢાના ભાગે ઈજાઓ થઈ હતી. આ દુર્ઘટનાથી પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. પોલીસે અજાણ્યા ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

Back to top button
error: Content is protected !!