
નરેશપરમાર. કરજણ,
કરજણ નગર પાલિકાની ર૮ બેઠકો માટે અંદાજીત ૭ર.ર૬ ટકા મતદાન
કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું ચુસ્ત પોલીસ બંદોબસ વચ્ચે શાંતિમય માહોલમાં મતદાન પૂર્ણ થયુ.
કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં અંદાજીત ૭૨.૨૬ ટકા મતદાન થયાના અહેવાલો મળ્યા છે. કેટલાક બુથો ઉપર મતદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. જ્યારે કેટલાક બુથો પર મતદારો સામાન્ય મતદાન જોવા મળ્યું હતું. નાની મોટી ઘટનાઓ સિવાય મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ નહીં બનતા તંત્રએ રાહતની લાગણી અનુભવી હતી. સુધીમાં દ સાંજના પાંચ વાગ્યા સુધીમાં ૬૬.૨૫ ટકા મતદાન નોંધાયું હતું. સૌથી વધુવોર્ડ નં.૭માં ૭૧.૨૧ ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું વોર્ડ નં. ત્રણમાં ૬૧.૭૯ ટકા મતદાન નોંધાયું હતું. કરજણ નગરપાલિકાના સાત વોર્ડની ૨૮ બેઠકો માટેની ચૂંટણી યોજાઈ હતી. ૮૫ ઉમેદવારો વચ્ચે તીવ્ર રસાકસી અને ગળાકાપ સ્પર્ધા જામી હતી. ભાજપ ૨૮, આપ ૨૪, કોંગ્રેસ ૧૭ અને અપક્ષ ૧૬ મળી ૮૫ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. પરિણામ વિચિત્ર અને નહી ધારેલું આવવાની શક્યતાઓ છે. જો કે દરેક પક્ષના આગેવાનો સંપૂર્ણ બહુમતીના દાવા કરે છે. તા.૧૮ ના રોજ સેવાસદન ખાતે મતગણતરી હાથ ધરાનાર છે. જેમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડી જશે.




