
ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના સેગવા ચોકડી ખાતે અંદાજિત રૂ. 2.40 કરોડના ખર્ચે નિર્માણ થનાર સેગવા સર્કલ ડેવલોપમેન્ટ, ફૂટપાથ, સ્ટોર્મ વોટર ડ્રેઇન, રેલિંગ, રોડ ફર્નિચર તેમજ હાઈ માસ્ટ લાઈટના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ વિકાસ કાર્ય પૂર્ણ થવાથી સેગવા ચોકડી વિસ્તારની ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે તેમજ નાગરિકોને સલામત અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે. ખાસ કરીને વરસાદી પાણીની યોગ્ય નિકાસ માટે સ્ટોર્મ વોટર ડ્રેઇન મહત્વપૂર્ણ સાબિત થશે.
ખાતમુહૂર્ત પ્રસંગે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનો દ્વારા વિકાસ કાર્યો માટે રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




