GONDALGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Gondal: ગોમટા ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

તા.૨૭/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Gondal: રાજકોટ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે સ્વચ્છતા અને પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.
જે અન્વયે સામાજિક વનીકરણ કોટડાસાંગાણી રેન્જ દ્વારા ગોંડલ તાલુકાનાં ગોમટા ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.
આ અભિયાન અંતર્ગત વિભાગ દ્વારા સ્વચ્છતાલક્ષી કામગીરી કરી પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન કરાયું હતું.
ગોંડલ તાલુકાનું ગોમટા સ્વચ્છ, સુંદર અને રમણીય બને તેમજ પ્લાસ્ટિક મુક્ત બને તે માટે હાથ ધરાયેલા આ અભિયાનમાં સામાજિક વનીકરણ વિભાગના કર્મયોગીઓ સહભાગી થયા હતા.





