

ફૈઝ ખત્રી…શિનોર
મૂળનિવાસી એકતા મંચ દ્વારા આજ રોજ કરજણ તાલુકાના સુમેરુ નવકાર તીર્થ ખાતે સને ૨૦૨૫ – ૨૬ ના વર્ષમાં ધોરણ ૧૦ તથા ૧૨ માં ૮૦ ટકાથી ઉપર ટકા પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને થતા રમત ગમત માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર ને તેમના માતા પિતા ની હાજરી માં ટ્રોફી અને મેડલ આપીને સન્માન કરવામાં આવ્યું. અને આવનાર મહેમાનો નું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં મુખ્ય મેહમાન તરીકે મેં. કરજણના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ ધીમર સાહેબ,કરજણ વકીલ મંડળના પૂર્વ પ્રમુખ શ્રી અને જાણીતા એડવોકેટ અમરીશભાઈ પંડ્યા એ હાજરી આપી હતી અને પ્રસંગ ને અનુરૂપ વ્યક્ત્વ રજૂ કર્યું હતું. મૂળનિવાસી એકતા મંચ ના અધ્યક્ષ એડવોકેટ મિનેશ પરમાર સહિત મોટી સંખ્યામાં મૂળનિવાસી એકતા મંચ ના કાર્યકરો થતા કરજણ ની વિવિધ શાળા ના વિધાર્થીઓ અને માતા પિતા જોડાયા હતા. મિનેષભાઈ એડવોકેટ દ્વારા શિક્ષણ વિશે અને શિક્ષણના મહત્વ વિશે સુંદર ચિતાર રજૂ કર્યો હતો અને બાળકો ને શિક્ષણ વિશે માહિતગાર કર્યા હતા.તમામ બાળકોને આગામી દિવસોમાં ઝળહળતી ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે ની શુભેચ્છા પાઠવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન નગીનભાઈ, અરવિંદભાઈ એડવોકેટ, અનિલભાઈ,મુળજીભાઈ થતા કનુભાઈ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું..



