નરેશપરમાર.કરજણ,
કરજણ ના નારેશ્વર – પાલેજ રોડ માત્ર બે વર્ષમાં 32 કરોડનું થયું ધોવાણ
કરજણ તાલુકાના સાંસરોદ-નારેશ્વર રોડની હાલત દયનીય, વાહનચાલકો માટે મુશ્કેલી
કરજણ તાલુકાના સાંસરોદ ગામથી નારેશ્વર સુધીનો માર્ગ માત્ર બે વર્ષ પહેલાં જ મજબૂતાઈકરણ સાથે નવા કરાયો હતો. પરંતુ આજે આ માર્ગ પર ઠેરઠેર મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે. આ રસ્તા પરથી રોજના હજારોની સંખ્યામાં રેતી ભરેલી હાઈવા અને ભારે ટ્રક પસાર થાય છે. સાયર ઓઝ જેવા ગામોમાં રેતીના મોટા ખાણો ડોવાથી ભારે વાહનોની અવરજવરથી માર્ગનું ધસમસતું નુક્શાન થયું છે. પરિણામે, મોટરબાઈક અને કાર ચાલકોને પસાર થવામાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. નારેશ્વર તથા મોટીકોરલ યાત્રાધામ પર ભક્તો મોટી સંખ્યામાં આવે છે, અને તેઓ માટે પણ ખાડાઓના કારણે મુસાફરી જોખમભરી બની ગઈ છે. સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા તાત્કાલિક માર્ગની મરામત કરવા માટે માંગ ઉઠાવવામાં આવી છે. જો સમયસર દુરસ્તી ન થાય તો ભવિષ્યમાં અકસ્માતોની સંભાવના વધુ બની શકે છે.