
ફૈઝ ખત્રી…શિનોર
સાધલી–સારંગપુર–બોટાદ રૂટ પર નવી શરૂ થયેલી એસટી બસ સેવાને લઈને સારંગપુર કષ્ટભંજનદેવ હનુમાન દાદાના મંદિર દર્શનાર્થે જતા ભાઈ-ભક્તોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.
આ નવી બસ સેવાનું પ્રસ્થાન સાધલી ગામના મહિલા સરપંચ શ્રીમતી મનીષાબેન પટેલના હસ્તે શ્રીફળ વધેરી વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મહિલા સરપંચના પતિ શ્રી જયેશભાઈ પટેલ, આગેવાન શ્રી ભુપેન્દ્ર ગોહિલ સહિત અન્ય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં મુસાફરો હાજર રહ્યા હતા.
વાત કરીએ તો આ સાધલી–સારંગપુર–બોટાદ રૂટ બસ ની સુવિધા માટે કાયાવરોહણ ના યુવા નેતા મિતેશ પટેલ તેમજ એમની ટીમ દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી જેને ધ્યાન માં રાખી એસ ટી વિભાગ દ્વારા આ બસ શરૂ કરવામાં આવી છે.
કાયાવરોહણ ખાતે બસ સ્ટેન્ડ ખાતે બસ આવતા મિતેશ પટેલ તેમજ આગેવાનો દ્વારા સ્વાગત કરી બસને પ્રસ્થાન કરાવ્યું હતું.
નવી બસ સેવા શરૂ થતાં સાધલી તેમજ આજુબાજુના વિસ્તારોના લોકોને મુસાફરીમાં વિશેષ સુવિધા મળશે. ખાસ કરીને સારંગપુર કષ્ટભંજનદેવ હનુમાન દાદાના મંદિર દર્શન માટે જતા ભક્તોમાં આ બસ સેવાને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.





