નરેશપરમાર, કરજણ –
કરજણ ના સાંસરોદ ગામેથી સ્વછીક સ્વખર્ચ ગૌચાર ની જમીન માંથી દબાણ દુર કર્યા
કરજણ તાલુકાના સાંસરોદ ગામે ગૌચર ની જમીન પરથી ક્રિકેટ ગ્રાઉન્ડ પરના ઇલેટ્રિક્સ ના ટાવર તેમજ અન્ય દબાણ દુર કરાયા
કરજણ તાલુકાના સાંસરોદ ગામે ગૌચર ની જમીન માં બિન પરવાનગી ગેરકાયદેસર ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી ઇલેક્ટ્રિક નાં ટાવર ઊભા કરી કરાયેલું દબાણ સ્વેછીક સ્વખર્ચે દૂર કરાયાં હતાં. સાંસરોદ ગામ પંચાયત તલાટી દ્વારા પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૧૦૫ મુજબ દબાણ દૂર કરવાની છેવટ ની નોટિસ ફટકારી દબાણ દૂર કરવા જણાવેલું જેથી ૧૮ મી તારીખે દબાણકર્તા એ સ્વ ખર્ચે સ્વેછીકરીતે ઇલેક્ટ્રિક લાઈટો મૂકવાં ઊભા કરાયેલાં ૬ જેટલાં ટાવર દૂર કર્યા હતાં. સાંસરોદ ખાતે કોઈ પણ પોલીસ બંદોબસ્ત વિના તલાટી કમ મંત્રી મોહ્યુદ્દીન સૈયદ કાજી એ કાયદેસર કાર્યવાહી કરી સાંસરોદ નાં નાગરિકો દ્વારા દબાણ સંબધિત ધ્યાન દોરતી અરજી સંબધે કાર્યવાહી કરી હતી.તેમજ સંબધિત સત્તાધીશો ને ફોટા સાથે દબાણો દૂર કરાયાથી માહિતગાર કરાયાં હતાં.