GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વ વિદ્યાલયની મુલાકાતે હાલોલ તાલુકાના ગણિત વિજ્ઞાનના શિક્ષકો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૬.૯.૨૦૨૪

વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વ વિદ્યાલયમાં નિયમિત ધોરણે ખેડૂત, શિક્ષક અને પ્રકૃતિ પ્રેમી નાગરિક સતત શૈક્ષણિક પ્રવાસે આવી રહ્યા છે.આજે ગુરુવારે હાલોલ તાલુકાના ૮૫ ગણિત વિજ્ઞાનના શિક્ષકો વિશ્વ વિદ્યાલય હાલોલ ની મુલાકાતે આવ્યા હતા.એક શિક્ષક ની મુલાકાત હજારો વિધાર્થીઓ ને સાચી રીતે પહોંચે છે ત્યારે સમાજમાં પરિવર્તનનો પવન ફુંકાય છે.ડો રાજુ એમ ઠક્કર એ સૌનું સ્વાગત કર્યું હતું.ડો રાજુ એમ ઠક્કર સૌને યુનિવર્સિટીમાં સસ્નેહ આવકાર આપી પ્રાકૃતિક કૃષિ વિશ્વ વિદ્યાલયનો પરિચય આપ્યો હતો.કુલાધિપતિ મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા માનનીય કુલપતિશ્રી ની દિવ્ય દૃષ્ટિ અને પૂર્ણ સમર્પણ વિશે વાત કરી.વિશ્વની અનેક સમસ્યાઓમાંથી બચવા પ્રાકૃતિક કૃષિ એ એક માત્ર શ્રેષ્ઠ ઉપાય છે.તંદુરસ્તી અને યુવા રોજગાર માટે પણ એક સોનેરી તક છે. રાસાયણિક ખેતીથી થતા કેન્સર અને અન્ય રોગોથી બચવા માટે પ્રાકૃતિક કૃષિ અમોઘ ઉપાય છે એ સમજાવ્યું હતું.ફાર્મ મેનેજર કુ બિનલ એ પ્રાકૃતિક કૃષિના આયમો વિશે માહિતી આપી અને ફાર્મની શૈક્ષણિક મુલાકાત કરાવી હતી.ફાર્મ મુલાકાતમાં બિનલ તથા સમગ્ર સ્ટાફ એ સુંદર વ્યવસ્થા કરી હતી.હાલોલ બીઆરસી કોર્ડીનેટર ધર્મેન્દ્રં ભાઈ,સીઆરસી શેલેષભાઈ ત્તથા હાલોલ તાલુકાના ગણિત વિજ્ઞાનના 85 જેટલા શિક્ષક ભાઈઓ અને બહેનો હાજર રહા હતા.

Back to top button
error: Content is protected !!