KARJANVADODARA

નારેશ્વર ઘાટ સુધી નર્મદાનું પાણી, ગણેશ વિસર્જન માટે તંત્રની ખાસ તકેદારી રાખવામાં આવી

કરજણ તાલુકાના નારેશ્વર ઘાટ સુધી નર્મદાનું પાણી, ગણેશ વિસર્જન માટે તંત્રની ખાસ તકેદારી રાખવામાં આવી હતી

નરેશપરમાર.કરજણ –

નારેશ્વર ઘાટ સુધી નર્મદાનું પાણી, ગણેશ વિસર્જન માટે તંત્રની ખાસ તકેદારી રાખવામાં આવી

કરજણ તાલુકાના નારેશ્વર ઘાટ સુધી નર્મદાનું પાણી, ગણેશ વિસર્જન માટે તંત્રની ખાસ તકેદારી રાખવામાં આવી હતી

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે નર્મદા નદીમાં પૂર આવ્યું છે, અને કરજણ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વર ઘાટના અડધા પગથિયા સુધી નદીનું પાણી પહોંચી ગયું છે, આજે ગણેશ વિસર્જનનો પ્રસંગ હોવાથી સંખ્યાબંધ ગણેશજીની મૂર્તિઓ વિસર્જન માટે નારેશ્વર ખાતે લાવવામાં આવી હતી , જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને, તે માટે પોલીસ તથા સ્થાનિક તંત્રએ ખાસ તકેદારી રાખી છે, ગણેશ મંડળો માત્ર ઘાટ ઉપર આવેલી પોલીસ ચોકી સુધી જ મૂર્તિઓ લાવશે, ત્યારબાદ તરવૈયાઓ નાવડીમાં મૂર્તિઓનું નદીમાં વિસર્જન કરશે કોઈપણ ભક્તને નદીમાં ઉતરવાની પરવાનગી આપવામાં આવી ના હતી , ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વધારાની નાવડીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી , જ્યારે સાયર ગામ પંચાયતના સરપંચ દ્વારા વિસર્જન મોડા સુધી ચાલે તે માટે લાઇટિંગ તથા જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી તેમજ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિ માટે ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર હાજર રહી હતી

Back to top button
error: Content is protected !!