ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્યમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ, શિયાળુ પાક માટે વિશેષ પેકેજ તેમજ બિયારણો અને ખેતીલક્ષી દવા, ખાતર અને અન્ય બાબતોમાં રાહત ની પણ આવેદનપત્ર પાઠવી રજુઆત…

સમીર પટેલ, ભરૂચ
ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજ્યમાં અતિવૃષ્ટિના થયેલ ખેતી ના નુકશાન ને ધ્યાને લઈ લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે…..
ભારતીય કિસાન સંઘ – ભરૂચ જીલ્લા દ્વારા મુખ્યમંત્રી ને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેકટર ને પાઠવવામાં આવ્યું હતું.જેમાં જણાવાયું છે કે ભરૂચ જીલ્લા સાથે રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતો ના ઉભા પાકને ઘણું મોટું નુકશાન થયેલ છે .પરિણામે કિસાન જગતનો તાત અને તેની સાથે સંકળાયેલ શ્રમજીવી અને મજુરીયાત વર્ગ પણ આર્થિક અસરથી પ્રભાવિત બન્યા છે.
ચોમાસું પાકો ખેતરોમાં વરસાદી પાણીને કારણે બળીને ખાક થયેલા છે. મોંધા બિયારણ નષ્ટ થયા જીવાતોનો ઉપદ્રવ વધુ પડતા વરસાદ અને નેજના કારણે ખેડૂત આર્થિક રીતે પાયમાલ બની રહ્યો છે અને કિસાન આત્મહત્યા કરવા પ્રેરાય તેવી ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહેલ છે ત્યારે “લીલો દુષ્કાળ” જાહેર કરી જગતના તાતને બેઠો કરવામાં આવે તે આવશ્યક છે ત્યારે હવે નવરાત્રી બાદ શિયાળુ પાક માટે વિશેષ પેકેજ તેમજ બિયારણો અને ખેતીલક્ષી દવા, ખાતર અને અન્ય બાબતોમાં રાહત મળે તેવી વિનંતી છે.આવેદનપત્ર પાઠવવામાં ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા….



